-
-
-
Surat, Gujarat
Surat, Gujarat
સુરતના જાણીતા સમાજસેવક અને ઋજુ હ્રદયના વ્યક્તિ કે જે નિ:સહાય તેમજ લાચાર મનુષ્યોના સહકાર અર્થે કાયમ ખડેપગે હોય છે. જેઑ એક સમાજસેવક હોવા સાથે એક પ્રેરણાદાયી આગેવાન પણ છે અને તેઑ પુ. હરદેવરામજીની લાગણીના વારસાને અવિરતપણે આગળ ધપાવવા માંગે છે. તેઓ વર્ષ ૧૯૮૩ થી અચૂકપણે સંસ્થામાં એક સભ્ય તરીકે નિસ્વાર્થ સ્વયંભૂ સેવા આપતા હતા. એમની આ સેવાને વધાવવા અને સન્માન આપવા સંસ્થાએ વર્ષ ૨૦૨૨ દરમિયાન એમને મહાજન અનાથ બાળાશ્રમના પ્રેસિડેન્ટની પદવી સોંપી એમનો ઋણ સ્વીકાર કર્યો અને સંસ્થાનું સુકાન શ્રી મહેન્દ્રભાઈ એન. કતારગામવાળાને સોંપવામાં આવ્યું. જેથી સંસ્થા અને સંસ્થાના અનાથ બાળકો માટેના એમના દ્રષ્ટિકોણ અને દ્રઢ નિશ્ચયને વાચા મળે તેમજ સંસ્થાના વારસાને આગવો વેગ મળે.
સ્વ. વકીલ હરદેવરામની મહેનતના બીજરોપણ દ્વારા વિરાટ વટવૃક્ષનું કદ ધારણ કરેલી સંસ્થાના સેવાકાર્યોમાં વધારો કરવા સંસ્થાના હાલના પ્રેસિડેન્ટ તરીકે શ્રી મહેન્દ્રભાઈ એન. કતારગામવાળાની ઈચ્છા એ છે કે સમાજના પછાત તેમજ તરછોડાયેલા અનાથ બાળકોને આજના આધુનિક જમાનામાં સમયને આધીન જરૂરી અભ્યાસક્રમોની જેમ કે B.Com (Bachelor of Commerce) , BBA (Bachelor of Business Administration) તેમજ BCA (Bachelor of Computer Applications) ની સુવિધા સંસ્થા દ્વારા જ મળી રહે. શ્રી મહેન્દ્રભાઈ એન. કતારગામવાળા તેમજ અન્ય સંસ્થાના અન્ય સભ્યોની અથાગ મહેંતના ફળ સ્વરૂપે વર્ષ ૨૦૨૨ માં સંસ્થાને B.Com (Bachelor of Commerce)ના અભ્યાસક્રમ ની પરવાનગી મળ્યા બાદ વર્ષ ૨૦૨૩માં એ અભ્યાસક્રમની કોલેજ શરૂ કરવામાં આવી. બાકીના અભ્યાસક્રમોની પરવાનગી શક્ય એટલી ઝડપથી મળે એ જ પ્રેસિડેન્ટ શ્રી મહેન્દ્રભાઈ એન. કતારગામવાળાની ઈચ્છા છે. આ ઈચ્છા જલ્દી હકીકતમાં તબદીલ થાય એ માટે ખુદ પ્રેસિડેન્ટ શ્રી મહેન્દ્રભાઈ એન. કતારગામવાળા તેમજ સંસ્થાના અન્ય સભ્યો અને ટ્રસ્ટીઓની મહેનત અવિરતપણે ચાલુ છે. તેમજ સંસ્થાના સુકાની તરીકે એમની તીવ્ર ઈચ્છા છે કે સંસ્થાના બધા જ બાળકોને શિક્ષણ અને હુન્નર દ્વારા પોતાને જાતને સાબિત કરવાનો અને ખુદને સફળ તેમજ સક્ષમ બનાવવાનો પૂરો મોકો મળે અને પરિસ્થિતિને લીધે કોઈ પણ બાળકની પ્રતિભા દબાઈ ન જાય તેમજ પ્રતિભાશાળી બાળકોને ખિલવાનો પૂરો અવકાશ મળે.
આ સિવાય શ્રી મહેન્દ્રભાઈ એન. કતારગામવાળાની એક તમન્ના એ પણ છે કે નિસંતાન અથવા તો પોતાના લોકોથી તરછોડાયેલા નિ:સહાય અશક્ત વૃધ્ધોને એમના જીવનના અસ્ત સમયે જીર્ણ અવસ્થા ન ભોગવવી પડે તેમજ એમને જ્યારે ખરેખર એક હૂંફ અને એક પરિવારની જરૂર હોય ત્યારે એમને એક એવો આશરો મળી રહે જ્યાં એ પોતાના જીવનની બાકી રહેલી ક્ષણો ખુશહાલીથી ઉજવી શકે અને છેલ્લા પળોમાં એમને સહકાર અને જરૂરી સારવાર મળી રહે.
તો આ છે તમામ માનવો પ્રત્યે સહજ લાગણી ધરાવનાર વિશાળ હ્રદયના માલિક શ્રી મહેન્દ્રભાઈ એન. કતારગામવાળાની ઈચ્છાઓ અને એમના સત્કાર્યો થકી સમાજને પાઠવવામાં આવતો સંદેશો.