-
-
-
Surat, Gujarat
Surat, Gujarat
ઈ.સ. ૧૯૬૦ પૂર્વે હાલનુ મુંબઇ જેતે સમયે દક્ષિણ ગુજરાતનું એક અભિન્ન અંગ હતું, ઈસવીસન ૧૮૯૯ - ૧૯૦૨ દરમિયાન પૂર્વે ગુજરાતનો મુંબઈ તેમજ આજુબાજુનો વિસ્તાર જે હાલનુ મહારાષ્ટ્ર છે એ ભયંકર દુષ્કાળમાં સપડાયો એની અસર સુરત તેમજ આજુબાજુના વિસ્તારમાં પણ હતી. બહુ બધા લોકો ભૂખના મોતને ભેટયા અને જે જીવિત હતા એમની હાલત પણ જીવતા હાડપીંજરથી વિશેષ કશું ન હતી અને પેટ ભરવા પૂરતું અનાજ મળી રહે એ માટે લોકો ધર્મપરિવર્તન કરવા સુધ્ધાં તૈયાર હતા એ હદે પરિસથીતી વિકટ હતી. એ સમયે આ કુદરતી આફત સામે જીવન ટકાવી રાખવાની હાડમારીમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં અસંખ્ય બાળકો પણ અનાથ થયા કે જેમની સારસંભાળ કે દેખરેખ રાખનારું કોઈ જ નહોતું. જેથી એ સમયે સમાજના અગ્રણી તેમજ ઋજુહ્રદયના માલિક એવા વકીલ શ્રી હરદેવરામે આ પરિસ્થિતિનો ભોગ બનેલા નિર્દોષ બાળકોની દેખરેખ અને સારસંભાળ અર્થે કઈંક કરી છૂટવાનો મક્કમ નિર્ધાર કર્યો અને આ વિકટ પરિસ્થિતિમાંથી ભોગ બનેલા લોકોને આમાંથી ઉગારવા પ્રયત્નો આદર્યા.
આ વિકરાળ આફતનો ભોગ બનેલા અનાથ બાળકોની દેખરેખ તેમજ સારસંભાળ પૂરી પાડવા નાણાંભંડોળની તાતી જરૂરિયાત ઊભી થઈ. આ નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા એમણે એમના ઈંગ્લેન્ડ સ્થાયી મિત્ર શ્રી જ્હોન સ્મેડલીને પત્ર લખી તમામ બાબતોથી વાકેફ કર્યા. આ પત્રના પ્રત્યુતર અર્થે શ્રી જ્હોન સ્મેડલી દ્વારા અંકે બાવીશ પાઉન્ડ તેમજ બે શિલિંગની માતબર રકમ ડ્રાફ્ટ દ્વારા મોકલવામાં આવી. આ રીતે માત્ર રૂપિયા ૩૦૦/- ની મદદથી માનવતાનો સાદ જીલતી આ સંસ્થાનો પાયો ઈ.સ. ૧૯૦૦ ની તારીખ ૮ જુલાઇના રોજ ડોસીબાઈની વાડીમાં નંખાયો .
આ વિકરાળ આફતનો ભોગ બનેલા અનાથ બાળકોની દેખરેખ તેમજ સારસંભાળ પૂરી પાડવા નાણાંભંડોળની તાતી જરૂરિયાત ઊભી થઈ. આ નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા એમણે એમના ઈંગ્લેન્ડ સ્થાયી મિત્ર શ્રી જ્હોન સ્મેડલીને પત્ર લખી તમામ બાબતોથી વાકેફ કર્યા. આ પત્રના પ્રત્યુતર અર્થે શ્રી જ્હોન સ્મેડલી દ્વારા અંકે બાવીશ પાઉન્ડ તેમજ બે શિલિંગની માતબર રકમ ડ્રાફ્ટ દ્વારા મોકલવામાં આવી. આ રીતે માત્ર રૂપિયા ૩૦૦/- ની મદદથી માનવતાનો સાદ જીલતી આ સંસ્થાનો પાયો ઈ.સ. ૧૯૦૦ ની તારીખ ૮ જુલાઇના રોજ ડોસીબાઈની વાડીમાં નંખાયો .
આવો હવે આપણે સંસ્થાનું મૂળ હેતુ શું હતો એના વિશે જાણીએ. સંસ્થાના સ્થાપનકાળથી જ સંસ્થાનો મૂળ હેતુ એ રહ્યો હતો કે અનાથ બાળકોને આશ્રય આપવો અને તેમનો સર્વાંગી વિકાસ સધાય એ માટે શક્ય એટલા વધુ પ્રયત્નો કરવા તેમજ તેઓ સમાજની અંદર પુનઃસ્થાપિત થાય તે માટે તેમને જરૂરી તમામ મદદ કરવી.
સંસ્થાને આ હેતુ સિદ્ધ કરવા માટે ઘણી તકલીફો પડી અને ઘણા તડકા છાયા પણ જોવા પડ્યા. છતાં, જ્યાં આ બાળકોને પગભર બનાવવા, એમની તમામ સાર સંભાળ રાખવી તેમજ એમને ઉમદા ઉછેર આપવો એ જ દ્રઢ નિશ્ચય હોઇ કોઈપણ અડચણને ગણકારવામાં ન આવી અને સંસ્થા પોતાના સર્વોપરી પ્રયત્નો સાથે પોતાના મૂળ હેતુને મક્કમપણે વળગી રહી.
આએ તમામ બાળકોને આવનારા સમયમાં અન્ય પર નિર્ભર ન રહેવું પડે તેમજ જાતે પગભર થઈ શકે એ માટે એમને જે તે સમયની તાતી જરૂરિયાત જેવા ગૃહઉદ્યોગો તેમજ હુનર શીખવવામાં આવ્યા જેમ કે પાટીવણાટ, કાઠીવણાટ, ગાલીચાવણાટ, સંગીત તથા અંગ-કસરત. અને આગળ જતાં સમયને આધીન તેમાં પરિવર્તન પણ આણવામાં આવ્યા. આ સિવાય નવીનતમ કલા કારીગરી અને હુનર એમના અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવ્યા જેમ કે ઉચ્ચ શિક્ષણ, કમ્પ્યુટર શિક્ષણ, બ્યુટિશિયનનો અભ્યાસક્રમ તેમજ મહેંદીકળા જેથી કરીને આ તમામ હુનરની ઘરેલુ આવડત સાથે મોટું થયેલું બાળક જીવનભર પગપર બની રહી શકે તથા ખુદનું અને પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે.
સંસ્થાના આવા ઉમદા કાર્યથી પ્રભાવિત થઈ ઘણા મહાપુરુષો અને સમાજના મહાન કાર્યકરો જેમ કે મહાત્મા ગાંધી, પંડિત મદનમોહન માલવિયા, સાક્ષરાચાર્ય ગોવર્ધનરામ ત્રિપાઠી, મહાકવિ સુંદરમ, લોકમાન્ય તિલક અને મોરારજી દેસાઈ જેવા મહાનુભવોએ સંસ્થાની વ્યક્તિગત મુલાકાત લીધેલી છે જે સંસ્થાના ઉમદા કાર્યોની યાદીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયા સમાન છે.
સંસ્થાને તેના શ્રેષ્ઠ સામાજિક પ્રદાન માટે રાજ્યનો શ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. સંસ્થા સંપૂર્ણપણે ફક્ત અને ફક્ત સમાજની સહાયથી કાર્યરત છે અને સમાજના આ સહકારથી કાર્યરત આ સંસ્થા શક્ય એટલું વધુ સમાજને જ પરત વધુ પ્રદાન કરવા હંમેશા તત્પર રહે છે. સમાજના બાળકો વધુ સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ હેતુથી સંસ્થાએ બાલમંદિર થી લઇ ધોરણ ૧૨ સુધીના તમામ વર્ગો આવરી બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળાની વ્યવસ્થા પણ ઉભી કરેલ છે જેનો ફાયદો સંસ્થાના 154 બાળકો તેમજ સમાજના અંદાજે 700 થી વધુ બાળકોને મળી રહ્યો છે.
સંસ્થાના આશ્રિત બાળકોને પરિવાર મળી રહે અને ની:સંતાન દંપતિઓને ગૃહદિપક મળી રહે એ હેતુથી સંસ્થાએ આજ સુધીમાં કુલ ૭૩ બાળકો સરકારી ધારાધોરણ અને જરૂરી વીધી પૂર્વક ઉછેર અથવા દત્તક અર્થે આપ્યા છે.
સવા સો વર્ષ જેટલી લાંબી મઝલ કાપ્યા પછી આજે પણ સંસ્થા હજુ સમાજ માટે શું વધુ કરી શકાય એ જ વિચારને સમર્પિત છે. હાલની સમાજની સમસ્યાઓને જોતાં સમાજને આજે એવા વૃદ્ધાશ્રમોની પણ તાતી જરૂર છે જ્યાં શાંતિ અને સ્વચ્છતાથી વૃદ્ધો પોતાની જીવનસંધ્યા માણી શકે. નિસંતાન અથવા તો સંતાનોથી તરછોડાયેલા વૃદ્ધો માટે પણ સંસ્થા કંઈક નક્કર પગલાં લેવા ઈચ્છી રહી છે જે પહેલેથી જ સંસ્થા તેમજ સંસ્થાના અગ્રણીઓની આગળની યોજનાઓમાં શામેલ છે.
આશ્રિતોના સર્વાંગી વિકાસ માટે તમામ સુવિધા પૂરી પાડતા આ આશ્રમની વધુ માહિતી માટે તેમજ સંસ્થાના કાર્યોને વધુ નજીકથી સમજવા માટે સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા આગ્રહભરી વિનંતી છે. મુલાકાતમાં આપને વધુ ખ્યાલ આવશે કે સંસ્થા કેટલું ઉમદા કાર્ય કરી સમાજને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
સને ૧૮૯૯-૧૯૦૨નાં કપરાકાળ દરમિયાન જન્મેલી આ સંસ્થા છપ્પનીયા દુકાળ સામે પણ અડીખમ બાથ ભીડીને આજે એક વટવૃક્ષ સમી સ્વમાનભેર ઊભી છે. સવાસો વર્ષની એક જાજરમાન યાત્રા કરી આગળ પણ ભવિષ્યમાં વધુ ને વધુ ઉમદા કાર્યોની સરવાણી આ સંસ્થાથકી વહેતી રહે એ માટે સંસ્થા, સંસ્થાના અગ્રણીઓ તેમજ સંસ્થાના કર્મચારીઓ એકદમ કટીબધ્ધ છે.
Start Donating
Adoptions
Children in Care
Pioneer throughs